Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે કાપનારાઓ પર મુકાદમ ઠરાવાયેલા ચાકરે ઉત્તર આપ્યો, “એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી યુવતી છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, “એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:6
10 Iomraidhean Croise  

પરંતુ અબ્રામે કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ, હું તો નિ:સંતાન ચાલ્યો જાઉં છું! પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્ક્સ શહેરનો એલિએઝેર મારો વારસદાર થવાનો છે.


અબ્રાહામે પોતાના ઘરનો સૌથી જૂનો નોકર જેના હાથમાં ઘરનો બધો કારભાર હતો તેને બોલાવીને કહ્યું, “મારી જાંઘ વચ્ચે તારો હાથ મૂક.


પોટીફાર યોસેફ પર પ્રસન્‍ન હતો; તેથી તેણે તેને પોતાનો અંગત સેવક બનાવ્યો અને પોતાનું ઘર તથા પોતાની સઘળી માલમિલક્તનો વહીવટ યોસેફના હસ્તક મૂક્યો.


સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું, ’મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ, ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ.’


પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે?


પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?”


આમ, નાઓમી પોતાની પુત્રવધૂ રૂથ સાથે મોઆબ દેશમાંથી પાછી આવી. તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં.


લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?”


તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”


Lean sinn:

Sanasan


Sanasan