Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું, “યહોવા તમારી સાથે હો.” તેઓએ ઉત્તર આપ્યો, “યહોવા તમને આશીર્વાદ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, “ઈશ્વર તમારી સાથે હો. “અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “ઈશ્વર તને આશીર્વાદ આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.” લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:4
21 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય.


સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો.


યાહવેને નામે જે આવે છે તે આશીર્વાદિત હો. પ્રભુના મંદિરમાંથી અમે તમને આશિય આપીએ છીએ.


આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો.


ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’


‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;


દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!”


શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વ સમયે અને દરેક રીતે શાંતિ બક્ષો. પ્રભુ તમ સર્વની સાથે રહો.


જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ.


પ્રભુ તારા આત્માની સાથે રહો. અને તેમની કૃપા તારા પર રાખો.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


પ્રભુના દૂતે તેને ત્યાં દર્શન દઈને કહ્યું, “હે શૂરવીર યોદ્ધા, પ્રભુ તારી સાથે છે.”


પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.”


તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું.


લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?”


લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


Lean sinn:

Sanasan


Sanasan