Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે ગઈ, ને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. બન્યું એવું કે તે અલીમેલેખના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 રૂથ ગઈ અને ખેતરમાં આવીને તે પાક લણનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને જોગાનુજોગ અલીમેલેખના સંબંધી બોઆઝના ભાગનું એ ખેતર હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:3
10 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “સંજોગવશાત્, હું ગિલ્બોઆ પર્વત પર હતો. મેં જોયું તો શાઉલ રાજા પોતાના ભાલા પર અઢેલીને ઊભા હતા અને શત્રુના રથો અને ઘોડેસ્વારો તેમને ભીંસમાં લેવા આવી પહોંચ્યા હતા.


હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


એલિશાએ કેવી રીતે મરેલા છોકરાને સજીવન કર્યો હતો તે વિષે ગેહઝી રાજાને કહેતો હતો ત્યારે જ એ સ્ત્રીએ રાજા સમક્ષ પોતાની દાદ રજૂ કરી. ગેહઝીએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, આ જ એ સ્ત્રી છે અને આ તેનો પુત્ર છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો!”


ચકલી પૈસાની બબ્બે જેવા નજીવા મૂલ્યે વેચાય છે! છતાં તે પણ ઈશ્વરની ઇચ્છા વર જમીન પર પડતી નથી.


સંજોગવશાત્ એક યજ્ઞકાર એ રસ્તે થઈને જતો હતો. તેણે પેલા માણસને જોયો અને તે રસ્તાની બીજી બાજુએ ચાલતો થયો.


પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવા લોકોને અમે આજ્ઞા કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે, તેમણે શાંતિપૂર્વક જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરવું જોઈએ.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.”


Lean sinn:

Sanasan


Sanasan