Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:14 - પવિત્ર બાઇબલ C.L.

14 બપોરે જમતી વેળાએ બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવ, ને આ શાકમાં રોટલી બોળીને ખા.” તેથી લણનારાઓની સાથે રૂથ પણ જમવા બેઠી. બોઆઝે તેને પોંક આપ્યો. તેણે તે ધરાઈને ખાધા પછી પણ થોડોક પોંક વધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને રોટલી ખા, ને તારો કોળિયો સરકામાં બોળ.” ત્યારે કાપનારાઓની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, તે ખાઈને તૃપ્ત થઈ, ને તેમાંથી વધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. “ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.” આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:14
17 Iomraidhean Croise  

તેઓ વાસણો, માટલાં અને પથારીઓ લાવ્યા અને દાવિદના માણસોને ખાવાને માટે ઘઉં, જવ, લોટ, પોંક, પાપડી, મસુર, શેકેલા વટાણા, મધ, માખણ, પનીર અને કેટલાંક ઘેટાં લાવ્યાં. કારણ, તેઓ જાણતા હતા કે દાવિદ અને તેના માણસો વેરાનમાં ભૂખ્યાતરસ્યા અને થાક્યાપાક્યા છે.


મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે.


ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો.


જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી.


તે તમારાં ઢોરઢાંક માટે ખેતરોમાં ઘાસ પણ ઉગાવશે. તમે ખાઈને તૃપ્તિ પામો,


જ્યારે તમે એ વાનાંનો ઉપભોગ કરીને સંતુષ્ઠ થાઓ ત્યારે એવો એ ઉત્તમ દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સોંપવાના છે તેને માટે તમે તેમની સ્તુતિ કરજો.


રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.”


તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ.


તે લઈને તે ગામમાં ગઈ અને પોતાની સાસુને વીણેલા દાણા બતાવ્યા. વળી, તૃપ્ત થયા પછી વધેલો પોંક પણ તેણે નાઓમીને આપ્યો.


એક દિવસે યિશાઈએ દાવિદને કહ્યું, “દસ કિલો પોંક અને દસ રોટલીઓ લઈને તારા ભાઈઓ પાસે છાવણીમાં સત્વરે જા.


અબિગાઈલે તરત જ બસો રોટલી, બે મશકો ભરીને દ્રાક્ષાસવ, રાંધેલાં પાંચ ઘેટાં, સત્તર કિલો પોંક, સૂકી દ્રાક્ષાની સો લૂમો અને સૂકાં અંજીરનાં બસો ચક્તાં લઈને ગધેડાં પર મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan