Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 નાઓમીના પતિનો એક શ્રીમંત અને વગદાર સગો હતો. તે એલીમેલેખનો કુટુંબી હતો. તેનું નામ બોઆઝ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 નાઓમીના પતિનો એક સગો હતો, તે અબીમેલેખના કુટુંબનો એક મહા ઘનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:1
13 Iomraidhean Croise  

મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં;


અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો;


ઈશાય, ઓબેદ, બોઆઝ, શલેહ, નાહશોન,


તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે.


જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan