Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 1:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે તેણે તેઓને કહ્યું, “મને નાઓમી [એટલે મીઠી] ન કહો, મને તો મારા [એટલે કડવી] કહો; કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યારે તેણે તેઓને કહ્યું “મને નાઓમી એટલે મીઠી ના કહો, મને કડવી કહો, કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારી ખૂબ કસોટી કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 નાઓમીએ કહ્યું, “મને નાઓમી એટલે મીઠી ન કહેશો, મને એટલે કડવી માંરા કહો કારણ, સર્વસમર્થ દેવે માંરા પર મહાસંકટ આણ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 1:20
16 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.”


શું તમે ઈશ્વરનાં રહસ્યોનો તાગ કાઢી શકો? શું સર્વસમર્થનો પાર પામી શકો?


તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે.


ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર.


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે.


હે ઈશ્વર, હું તો આખો વખત પીડા ભોગવું છું, અને દર સવારે મને શિક્ષા કરવામાં આવે છે.


હું મારી જુવાનીના સમયથી પીડિત અને મરણતોલ છું. તમારો ત્રાસ વેઠીને હું નિર્ગત થઈ ગયો છું.


પછી તેઓ ‘મારા’ નામના સ્થળે આવ્યા. પરંતુ ત્યાંનાં પાણી એટલાં કડવાં હતાં કે તેઓ તે પી શકાયા નહિ. માટે તે સ્થળનું નામ મારા (એટલે, કડવાશ) પડયું.


સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો.


કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.


પ્રભુ સર્વસમર્થ ઈશ્વર જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા છું.”


નગરની અંદર મેં એક પણ મંદિર જોયું નહિ. કારણ, પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર અને હલવાન પોતે જ તેનું મંદિર છે.


Lean sinn:

Sanasan


Sanasan