Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું મને તમારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુ:ખ આપે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછીનાં દિવસોમાં જ્યાં તું મૃત્યુ પામીશ ત્યાં જ હું મૃત્યુ પામીશ અને ત્યાં જ હું દફનાવાઈશ. મૃત્યુ સિવાય બીજું જો મને તારાથી અળગી કરે, તો ઈશ્વર મને મૃત્યુ કરતાં વધારે દુઃખ આપે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 1:17
18 Iomraidhean Croise  

પણ ઇતાઇએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. પછી ભલેને મરણ આવે.”


વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


દાવિદ કંઈ ખાય તે માટે લોકોએ આખો દિવસ પ્રયાસ કર્યો. પણ તેણે સોગંદ ખાધા, “દિવસ પૂરો થયા પહેલાં હું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારો નાશ કરો.”


પ્રભુએ દાવિદને વરદાન આપ્યું છે કે તે શાઉલ અને તેના વંશજો પાસેથી રાજ્ય લઈ લેશે અને દાવિદને દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશ પર ઇઝરાયલ અને યહૂદિયા બંનેનો રાજા બનાવશે. જો હું આ વાત સાચી ન ઠેરવું તો ઈશ્વર મને મારી નાખો.”


તેના દફન પછી સંદેશવાહકે પોતાના પુત્રને કહ્યું, “હું મરણ પામું ત્યારે મને આ કબરમાં દાટજો અને તેની પાસે મારું શબ મૂકજો.


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો.


બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.”


તે બોલી ઊઠયો, “દિવસ પૂરો થાય તે પહેલાં શાફાટના પુત્ર એલિશાનો શિરચ્છેદ ન કરું તો ઈશ્વર મને મારી નાખો.”


“હે પુત્રી, સાંભળ, વિચાર અને ધ્યાન આપ; તારા લોકને અને તારા પિતાના ઘરકુટુંબને ભૂલી જા.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


તારે માટે તે તાજગી લાવો અને તારી વૃદ્ધાવસ્થામાં તે તારો આધાર બનો. કારણ, તેને જન્મ આપનાર તારી પુત્રવધૂ તારા પર પ્રેમ રાખે છે; તને તો તે સાત દીકરા કરતાં પણ વધારે છે.”


શાઉલે તેને કહ્યું, “જો તને મારી નાખવામાં ન આવે તો ઈશ્વર મને મારી નાખો.”


જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો.


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan