Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 1:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કરીને પોતાના લોક પાસે પાછા જવા માટે વિદાય લીધી, પરંતુ રૂથ તો નાઓમીને વળગી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી, અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું; પણ રૂથ તેને વળગી રહી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને પુત્રવધૂઓ ફરીથી પોક મૂકીને રડી પડી. પછી ઓરપાએ પોતાની સાસુને વિદાય આપતા ચુંબન કર્યું; પણ રૂથ સાસુમાને વળગી રહી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આ બધું સાંભળીને તેઓ બંને ફરીથી મોટા સાદે રડવા લાગી. પછી ઓર્પાહે નાઓમીને ચુંબન કર્યું. અને પોતાને પિયર ચાલી ગઈ, પણ રૂથ ગઇ નહિ તેણે નાઓમીની સાથે જ રહેવાનો આગ્રહ રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 1:14
22 Iomraidhean Croise  

વળી, તેં મને મારાં પૌત્રપૌત્રીઓ અને પુત્રીઓને વિદાયનું ચુંબન પણ કરવા દીધું નથી. આમાં તેં મૂર્ખાઈ કરી છે! હું તને નુક્સાન પહોંચાડી શકું તેમ છું.


બીજે દિવસે વહેલી સવારે લાબાને પોતાની પુત્રીઓ અને તેમનાં સંતાનોને ચુંબન કર્યું, તેમને આશિષ આપી અને પછી તેણે તેમની વિદાય લીધી.


પછી દાવિદ અને તેના માણસો યર્દન નદી પાર ઊતર્યા. તેણે બાર્ઝિલાયને ચુંબન કરીને આશિષ આપી અને બાર્ઝિલાય ઘેર પાછો ગયો.


ત્યારે એલિશા પોતાના બળદો મૂકી દઈને એલિયા પાછળ દોડયો અને તેને કહ્યું, “મને મારા માતાપિતાને ચુંબન કરી તેમની વિદાય લઈ આવવા દો, પછી હું તમારી સાથે આવીશ.” એલિયાએ કહ્યું, “ભલે જા, જઈને પાછો આવ; પણ મેં તને શું કર્યું છે?”


સાચો મિત્ર સર્વસમધ્યે મિત્રતા જાળવે છે, અને વિપત્તિકાળે મદદે આવવા માટે તો ભાઈ જન્મ્યો છે.


ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


એ વાત સાંભળીને તે યુવાન ખુબ દિલગીર થઈને ચાલ્યો ગયો, કારણ, તે ઘણો ધનવાન હતો.


કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો; તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનીસીયસ, હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા.


“તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો.


પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.


દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.


પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ.


તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”


ત્યારે નાઓમીએ રૂથને કહ્યું, “જો તારી દેરાણી પોતાનાં સ્વજનો અને પોતાના દેવતાઓ પાસે પાછી ફરી છે. તું પણ તેની સાથે જા.”


તેઓ રહેતાં હતાં ત્યાંથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે ચાલી નીકળી અને યહૂદિયા પાછી જવાને રસ્તે પડી.


બોઆઝે જવાબ આપ્યો, “તારા પતિના મરણ પછી તું તારી સાસુ સાથે કેવી સારી રીતે વર્તી છે તે મેં સાંભળ્યું છે. તું તારાં માબાપ તથા તારી જન્મભૂમિ છોડીને અજાણ્યા લોકોમાં વસવા આવી છે તે બધું હું બરાબર જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan