Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:33 - પવિત્ર બાઇબલ C.L.

33 શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું, જેના ઉપર લોકો ઠોકર ખાશે; એક એવો ખડક કે જેનાથી લોકો પડી જશે. પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે, તે કદી નિરાશ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જેમ લખેલું છે કે ‘જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે. “જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે. એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે. પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:33
19 Iomraidhean Croise  

‘જે પથ્થરને બાંધકામ કરનારાઓએ રદબાતલ ગણ્યો હતો તે જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો!’


હું જીવતો રહું માટે મને તમારા વચન પ્રમાણે આધાર આપો; ઉદ્ધાર માટેની મારી આશા વિષે મને નિરાશ કરશો નહિ.


મારા જીવની રક્ષા કરો અને મને છોડાવો; મારી લાજ રાખજો, કારણ, હું તમારે શરણે આવ્યો છું.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ.


તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]


ભાઈઓ, મારા અંત:કરણની ઝંખના તથા ઈશ્વર આગળ મારી એવી પ્રાર્થના છે કે ઇઝરાયલ ઉદ્ધાર પામે.


શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.”


આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે.


ભાઈઓ, સુન્‍નત જરૂરી છે એવું હું હજી જાહેર કરતો હોઉં તો મારી હજી સતાવણી કેમ કરવામાં આવે છે? જો એમ જ હોય, તો પછી ખ્રિસ્તના ક્રૂસનો સંદેશો ઠોકરરૂપ ક્યાંથી હોય?


મારે કદી શરમાવું ન પડે એવી આક્ંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે અને ખાસ કરી હમણાં, ચાહે હું જીવું કે મરું પણ મારા શરીર દ્વારા હું પૂરી હિંમતથી ખ્રિસ્તને મહિમાવાન કરીશ


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan