Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:30 - પવિત્ર બાઇબલ C.L.

30 તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:30
28 Iomraidhean Croise  

પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.


નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે.


પ્રભુ કહે છે, “હે સદાચારને અનુસરનારા અને મને પ્રભુને શોધનારા, તમે મારું કહ્યું સાંભળો. તમને જે ખડકમાંથી ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા છે તે તમારા ઉદ્ભવસ્થાનને જુઓ.


જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે.


વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.”


પણ વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા વિષે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે: “તમારા મનમાં એમ ન વિચારો કે સ્વર્ગમાં કોણ જશે (એટલે કે, ખ્રિસ્તને નીચે લાવવા માટે);


પણ ઈશ્વર જે કરે છે તે સાચું છે એ વાત પણ આપણાં ભૂંડાં કાર્યોથી સ્પષ્ટ થતી હોય, તો આપણે કેવો અર્થ ઘટાવીશું? ઈશ્વર આપણા ઉપર કોપ કરવામાં અન્યાય કરે છે, એમ કહીશું?


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે.


એટલે જ અબ્રાહામને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે પોતાની સમક્ષ સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સંસ્થાપિત થયેલો ગણ્યો.


આવી આશિષ શું ફક્ત જેમણે સુન્‍નત કરાવેલી હોય તેમને જ માટે છે? ના, સુન્‍નત વગરનાઓ માટે પણ છે. આપણે ધર્મશાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો કે, “અબ્રાહામે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.”


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વર અન્યાયી છે? કદી નહિ.


એથી ઊલટું, ઇઝરાયલી લોકોએ તેમને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાય તે માટે નિયમ પાલનનો પ્રયાસ કર્યો; પણ તેમાં તેમને સિદ્ધિ મળી નહિ.


છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી.


આમ, ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્રના વાલીપણા હેઠળ હતા; જેથી તે પછી આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીએ.


ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.”


પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ.


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો.


વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan