રોમનોને પત્ર 9:11 - પવિત્ર બાઇબલ C.L.11 બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે, Faic an caibideilપવિત્ર બાઈબલ11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.” એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. Faic an caibideil |