Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હું ખ્રિસ્તનો છું તેથી સત્ય જણાવું છું, અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરકબુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, -હું જૂઠું બોલતો નથી, મારું અંત:કરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે-કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 9:1
16 Iomraidhean Croise  

જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.


તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે.


આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.


મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


મારામાં રહેલા ખ્રિસ્તના સત્યના જેવી જ સચોટતાથી હું કહું છું કે સમગ્ર આખાયામાં મારી આ બડાઈને કોઈ રોકી શકશે નહિ.


ઈશ્વર અને પ્રભુ ઈસુના પિતા, જેમનું નામ સદા ધન્ય હો, તે જાણે છે કે હું જૂઠું બોલતો નથી.


કદાચ તમને લાગશે કે, અમે અમારો બચાવ કરવાનો યત્ન કરીએ છીએ. પણ ના, અમે તો ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તને અનુરૂપ વાત કરીએ છીએ. એ બધું તમારી ઉન્‍નતિને માટે જ છે.


ઈશ્વર મારા સાક્ષી છે કે હું જે લખું છું તે સાચું છે; હું જૂઠું કહેતો નથી.


એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.


તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી.


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


Lean sinn:

Sanasan


Sanasan