Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:4 - પવિત્ર બાઇબલ C.L.

4 આપણે જેઓ માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્માથી જીવીએ છીએ, તેમનામાં નિયમની યોગ્ય માગણીઓ પરિપૂર્ણ થાય તે માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:4
13 Iomraidhean Croise  

તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


એ જ પ્રમાણે જો કોઈ બિનયહૂદી તેની સુન્‍નત ન થઈ હોય, છતાં નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો ઈશ્વર તેને સુન્‍નત કરાવેલા જેવો નહિ ગણે?


આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ.


હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ, તેમના પ્રત્યે હું કડક વલણ દાખવીશ.


અલબત્ત, અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુન્યવી હેતુઓ માટે લડાઈ કરતા નથી.


પણ મારે તમને આટલું જ કહેવું છે: પવિત્ર આત્મા તમારા જીવનને દોરે અને તમે તમારા માનવી સ્વભાવની ઇચ્છાઓને વશ ન થાઓ,


પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે.


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.


Lean sinn:

Sanasan


Sanasan