Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:28 - પવિત્ર બાઇબલ C.L.

28 જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:28
53 Iomraidhean Croise  

તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે.


કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.”


“હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો.


તેમના ભક્તોના વંશજો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, અને તેમના નામ પર પ્રીતિ કરનારાં તેમાં વસશે.


પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું.


ધરતી ધ્રૂજે છે અને કાંપે છે. કારણ, બેબિલોનને ઉજ્જડ અને વસ્તી વગરનું બનાવી દેવા પ્રભુએ પોતાની યોજના અમલમાં મૂકી છે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા.


ઈશ્વર જેમને પસંદ કરીને આશિષ આપે છે, તેમના સંબંધી તે પોતાનું મન ફેરવતા નથી.


ઈશ્વરે જેમને અલગ કર્યા, તેમને તેમણે આમંત્રણ આપ્યું; વળી, ફક્ત આમંત્રણ આપ્યું એટલું જ નહિ, પણ તેમને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. એથી ય વિશેષ, તેમણે તેમને પોતાના મહિમાના ભાગીદાર પણ કર્યા.


બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”


તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે.


પણ ઈશ્વરે જેમને આમંત્રણ આપ્યું છે-પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય-તેમને તો ખ્રિસ્ત ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે.


પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના સહભાગી થવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે.


શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે.


મને તમારા વર્તનથી નવાઈ લાગે છે! જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભસંદેશ તરફ બહુ જલદી ફરી ગયા છો.


તમને આમંત્રણ આપનાર ઈશ્વરે તો એવું કર્યું નથી.


ઈશ્વરે પોતાના સનાતન હેતુ પ્રમાણે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુની મારફતે એ સિદ્ધ કર્યું છે.


પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો.


અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે.


ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઉદ્ધાર પામીએ તે માટે પસંદ કર્યા છે.


આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે;


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


આ કારણથી ખ્રિસ્ત નવા કરારના મયસ્થ છે, જેથી જેમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે તેઓ, ઈશ્વરે જે સાર્વકાલિક આશિષો સંબંધી વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરે. તે એટલા માટે શકાય છે કે, પહેલા કરારના અમલ દરમિયાન મનુષ્યોથી થયેલાં ઉલ્લંઘનોમાંથી મુક્તિ અપાવનાર મરણ ખ્રિસ્તે સહન કર્યું છે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan