Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 8:13 - પવિત્ર બાઇબલ C.L.

13 જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 8:13
20 Iomraidhean Croise  

અને તેની લહેજત માણવાને તેને કાઢી નાખવા તૈયાર ન હોય અને તેના પોતાના મુખમાં વાગોળ્યા કરે,


જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે.


કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


કારણ, જ્યારે આપણે માનવી સ્વભાવ પ્રમાણે જીવતા હતા, ત્યારે નિયમશાસ્ત્રે જગાડેલી પાપી વાસનાઓ આપણામાં કાર્યરત હતી, અને આપણે જે કંઈ કરતા તે મરણજનક હતું.


તેથી, મારા ભાઈઓ, આપણે જવાબદાર છીએ, પણ આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવાને બંધાયેલા નથી.


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.


જો તે માનવી સ્વભાવ પ્રમાણે વાવે, તો તે વિનાશ લણશે. પણ જો તે પવિત્ર આત્મા પ્રમાણે વાવે, તો તેમાંથી તે પવિત્ર આત્માથી સાર્વકાલિક જીવન લણશે.


તેથી તમારા પહેલાંના જીવનવ્યવહારનું જૂનું વ્યક્તિત્વ, જે તેની છેતરામણી વાસનાઓથી ક્ષીણ થતું જાય છે તે ઉતારી નાખો;


ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે.


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે.


Lean sinn:

Sanasan


Sanasan