Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મરી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:9
22 Iomraidhean Croise  

હું અસંખ્ય સંકટોથી ઘેરાઈ ગયો છું. મારા દોષોએ મને પકડી પાડયો છે, તેથી હું કશું જોઈ શક્તો નથી; તેઓ તો મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હૃદય નિર્ગત થયું છે.


યુવાને જવાબ આપ્યો, મેં આ બધી આજ્ઞાઓનું પાલન કરેલું જ છે. હવે મારે બીજું શું કરવાનું બાકી છે?


તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ, આ બધાં વર્ષો એક ગુલામની જેમ મેં તમારું ક્મ કર્યું છે, અને તમારી આજ્ઞાઓ કદી ઉથાપી નથી; છતાં મારા મિત્રો સાથે મિજબાની કરવા માટે તમે મને એક લવારું પણ આપ્યું નથી!


તેણે જવાબ આપ્યો, “એ બધી આજ્ઞાઓ તો હું બાળપણથી જ પાળતો આવ્યો છું.”


નિયમને આધીન થઈને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા અંગે મોશેએ લખેલું છે: “જે માણસ નિયમની માગણીઓ પૂર્ણ કરશે, તે તેનાથી જીવશે.”


અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી.


પાપને મારામાં તક મળવાથી તેણે આજ્ઞાની મારફતે મને છેતર્યો. આજ્ઞાને આધારે પાપે મને મારી નાખ્યો.


ભાઈઓ, તમારા વિષે પણ એવું છે. તમે પણ ખ્રિસ્તની સાથે નિયમશાસ્ત્રના સંબંધમાં મરી ગયા છો; કારણ, તમે ખ્રિસ્તના શરીરના અવયવ છો, અને હવે તમે મરણમાંથી સજીવન થયેલા ખ્રિસ્તના છો; જેથી તમે ઈશ્વરની ફળદાયી સેવા કરો.


હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ.


નિયમ દ્વારા પાપને મારી અંદર સઘળા પ્રકારનો લોભ ઉત્પન્‍ન કરવાની તક મળી. નિયમ વગર પાપ મરેલું છે.


માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી.


હું ઈશ્વરને માટે જીવી શકું તે માટે હું નિયમ દ્વારા મરેલો છું. ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નંખાયો છું.


જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!”


Lean sinn:

Sanasan


Sanasan