Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જોકે મારામાં સારું કરવાની તમન્‍ના તો છે, તો પણ હું તેમ કરી શક્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:18
31 Iomraidhean Croise  

પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


(અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.)


તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય?


તમારો ભુજ મારી સહાય કરવા તત્પર રહે! કારણ, મેં તમારા આદેશો પાળવાનું પસંદ કર્યું છે.


જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી.


હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો.


જુઓ, હું તમારા આદેશોની તીવ્ર અભિલાષા રાખું છું, તમારી ઉદ્ધારક શક્તિથી મને નવું જીવન આપો.


તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું!


હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.


તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”


શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે.


પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો.


હું જે કરું છું તે હું સમજી શક્તો નથી: હું જે કરવા ધારું છું તે હું કરતો નથી.


જે સારું મારે કરવું જોઈએ, તે હું કરતો નથી. એથી ઊલટું, જે ખરાબ મારે ન કરવું જોઈએ તે હું કરું છું.


ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું.


કારણ, જ્યારે આપણે માનવી સ્વભાવ પ્રમાણે જીવતા હતા, ત્યારે નિયમશાસ્ત્રે જગાડેલી પાપી વાસનાઓ આપણામાં કાર્યરત હતી, અને આપણે જે કંઈ કરતા તે મરણજનક હતું.


કારણ, આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતાં વિરુદ્ધની અપેક્ષા રાખે છે, અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. એ બન્‍ને એકબીજાના દુશ્મનો છે, અને તેથી તમે જે કરવા માગો છો તે તમે કરી શક્તા નથી.


જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે.


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan