Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 7:10 - પવિત્ર બાઇબલ C.L.

10 અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એટલે જે આજ્ઞા જીવનને અર્થે [છે એવું] મને માલૂમ પડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 7:10
10 Iomraidhean Croise  

મેં તેમને મારા નિયમો આપ્યા અને મારા આદેશ શીખવ્યા કે જેથી તેમનું પાલન કરનાર મનુષ્ય જીવન પ્રાપ્ત કરે.


પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.


પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો.


તમારે મારા નિયમો અને મારાં ફરમાન પાળવાં; તેમનું પાલન કરવાથી તમે જીવતા રહેશો. હું પ્રભુ છું.”


નિયમને આધીન થઈને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા અંગે મોશેએ લખેલું છે: “જે માણસ નિયમની માગણીઓ પૂર્ણ કરશે, તે તેનાથી જીવશે.”


નિયમશાસ્ત્ર તો ઈશ્વરનો કોપ લાવે છે. પણ જ્યાં નિયમ નથી, ત્યાં નિયમભંગ થતો નથી.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ.


પણ નિયમશાસ્ત્રનો આધાર વિશ્વાસ પર નથી. એથી ઊલટું, શાસ્ત્રમાં લખેલું છે: “નિયમશાસ્ત્રની બધી જ માગણીઓ પૂરી કરનાર માણસ નિયમશાસ્ત્રથી જીવન પામશે.”


Lean sinn:

Sanasan


Sanasan