Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 5:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 5:21
19 Iomraidhean Croise  

એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


હું તેમને સાર્વકાલિક જીવન આપું છું, અને તેઓ કદી મરશે નહિ, અને મારી પાસેથી કોઈ તેમને ઝૂંટવી શકશે નહિ.


અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે.


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


આદમથી મોશેના સમય સુધી બધા માણસો ઉપર મરણે રાજ કર્યું. જેમણે આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું, તેમના ઉપર પણ મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતીકરૂપ હતો.


એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે.


પાપને તમારા નાશવંત શરીરમાં રાજ કરવા દઈ તમારા દેહની ભૂંડી ઇચ્છાઓને આધીન થશો નહિ.


પાપે તમારા પર રાજ કરવું ન જોઈએ. કારણ, હવે તમે નિયમ નીચે નહિ, પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો.


તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે.


કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે.


કારણ, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે.


તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


અને ખ્રિસ્તે પોતે પણ એ જ સાર્વકાલિક જીવન આપવાનું વચન આપેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan