Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 આદમથી મોશેના સમય સુધી બધા માણસો ઉપર મરણે રાજ કર્યું. જેમણે આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું, તેમના ઉપર પણ મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતીકરૂપ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું, [હા,] જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. [આદમ] તો તે આવનારની એંધાણીરૂપ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું. આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 5:14
17 Iomraidhean Croise  

તેમણે તે શહેરોનો, એ ખીણપ્રદેશનો, બધા નગરવાસીઓનો અને ભૂમિ ઉપર ઊગેલી બધી વનસ્પતિનો નાશ કર્યો.


પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.


શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા.


છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.


દરમ્યાનમાં, યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં બાકીનાં બધાં માણસો મરણ પામ્યાં,


“પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.


તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?”


એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું.


એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે.


પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે.


સૃષ્ટિ તેની પોતાની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી વિનાશીપણાનો ભોગ થઈ ગઈ.


અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે.


કારણ, જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા તેમ જ તેઓ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે;


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan