Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 4:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ઈશ્વરનું વચન વિશ્વાસને આધારે આવ્યું હોવાથી જેઓ નિયમનું પાલન કરે છે તેમને જ નહિ, પણ જેઓ અબ્રાહામના જેવો વિશ્વાસ રાખે છે તેવા અબ્રાહામના બધા જ વંશજોને ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા ઈશ્વરનું વચન મળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર‌ છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ [અચૂક] થાય; એ માટે તે [વચન] વિશ્વાસથી [પ્રાપ્ત થાય] છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 4:16
18 Iomraidhean Croise  

“તમારા પૂર્વજ અબ્રાહામનો અને તમારી કુળજનેતા સારાનો વિચાર કરો. મેં અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. પણ પછી મેં તેને આશિષ આપીને તેને અનેક વંશજો આપ્યા.


ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર ઉદ્ધાર આવ્યો છે; આ માણસ પણ અબ્રાહામનો વંશજ છે.


ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા; જેથી આદિપૂર્વજોને આપેલાં ઈશ્વરનાં વચનો સાચાં ઠરે અને એમ ઈશ્વર વિશ્વાસુ છે એ વાત પુરવાર થાય.


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે.


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે.


એટલે, કુદરતી રીતે જન્મ પામેલાંઓ ઈશ્વરનાં સંતાનો નથી; પણ ઈશ્વરના વચન પ્રમાણે જેઓ જન્મ પામ્યા છે, તેઓ ખરા વંશજો ગણાય છે.


એ પ્રમાણે ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલી આશિષ, ઈસુ ખ્રિસ્તની મારફતે બિનયહૂદીઓને પણ પ્રાપ્ત થાય અને વિશ્વાસ કરવા દ્વારા જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ.


હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે.


પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


જ્યારે આજ્ઞાભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે.


કારણ, માત્ર ઈશ્વરની કૃપાને લીધે જ વિશ્વાસ કરવા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરની બક્ષિસ છે.


જેથી તેમની કૃપાથી આપણે ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ અને જે સાર્વકાલિક જીવનની આશા આપણે રાખેલી છે તેને પ્રાપ્ત કરીએ.


તેથી મારા ભાઈઓ, ઈશ્વરે તમને સાચેસાચ આમંત્રણ આપ્યું છે અને પસંદ કર્યા છે એવું દર્શાવવા તમારાથી બનતા બધા પ્રયત્ન કરો. જો તમે આમ કરશો તો તમારું કદી પતન થશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan