રોમનોને પત્ર 4:12 - પવિત્ર બાઇબલ C.L.12 માત્ર સુન્નત કરાવ્યાને લીધે જ નહિ, પણ સુન્નત કરાવ્યા પહેલાં આપણા પૂર્વજ અબ્રાહામને ઈશ્વરમાં જે વિશ્વાસ હતો તેનું અનુસરણ કરનાર સુન્નતીઓનો પણ તે પિતા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો, તે વખતના તેના વિશ્વાસને પગલે જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ12 જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય. Faic an caibideil |
તે સુન્નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.