Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:31 - પવિત્ર બાઇબલ C.L.

31 આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:31
27 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારે કાર્યશીલ થવાનો આ સમય છે; કારણ, લોકો તમારો નિયમ પાળતા નથી.


હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવા હું તત્પર છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.


પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું.


આ રીતે તમારા પરંપરાત શિક્ષણને આધીન થતાં તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ જાઓ છો.


પણ ઈસુએ જવાબ આપ્યો, હાલ એમ થવા દે. કારણ, આ રીતે આપણે ઈશ્વરની સર્વ માગણીઓ પરિપૂર્ણ કરીએ એ ઉચિત છે.


એમ ન માનશો કે હું મોશેના નિયમશાસ્ત્રને અને સંદેશવાહકોના શિક્ષણને નષ્ટ કરવા આવ્યો છું. હું નષ્ટ કરવા તો નહિ, પણ તેમના શિક્ષણને પરિપૂર્ણ કરવા આવ્યો છું.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો.


તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.”


જે કોઈ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. કારણ, ખ્રિસ્ત નિયમના ઉદ્દેશની પરિપૂર્ણતા છે.


અજ્ઞાનીઓનો ગુરુ અને બાળકોનો શિક્ષક છે; તારી પાસે જે નિયમશાસ્ત્ર છે, તેમાં પૂર્ણ જ્ઞાન અને સત્ય સમાયેલાં છે, એવી તને ખાતરી છે;


ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.


ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે?


જો ઈશ્વરનું વચન નિયમ પાળનારાઓને આપવામાં આવતું હોય, તો માણસનો વિશ્વાસ નકામો છે અને ઈશ્વરનું વચન કંઈ જ નથી.


પણ મારા શરીરમાં હું એક બીજા સિદ્ધાંતને કાર્ય કરતો અનુભવું છું.


ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું.


આપણે જેઓ માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્માથી જીવીએ છીએ, તેમનામાં નિયમની યોગ્ય માગણીઓ પરિપૂર્ણ થાય તે માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું.


એ જ પ્રમાણે જે બિનયહૂદીઓ નિયમશાસ્ત્ર વગરના છે તેમની સાથે હું નિયમશાસ્ત્ર વગરનો હોઉં તેમ રહું છું; જેથી હું બિનયહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. હકીક્તમાં તો હું ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું.


હું ઈશ્વરને માટે જીવી શકું તે માટે હું નિયમ દ્વારા મરેલો છું. ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નંખાયો છું.


હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી. નિયમશાસ્ત્રના પાલનથી માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તો હોય, તો ખ્રિસ્તના મરણનો કશો જ અર્થ નથી.


Lean sinn:

Sanasan


Sanasan