Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:26 - પવિત્ર બાઇબલ C.L.

26 બીજું વર્તમાન સમયના સંબંધમાં; કે જ્યારે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે એવું દર્શાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:26
16 Iomraidhean Croise  

પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું.


આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી.


પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.


છતાં પ્રભુ હજી પણ એ નગરીમાં છે. તે હંમેશાં જે વાજબી અને ઘટારત છે તે જ કરે છે, અને ખોટું કદી કરતા નથી. દર સવારે તે અચૂકપણે પોતાનું ન્યાયીપણું જાહેર કરે છે. તેમ છતાં ત્યાંના દુષ્ટો ખોટાં ક્મ કરતાં શરમાતા નથી.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


છોકરો મોટો થયો અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો.


ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી;


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે.


પણ હવે જે માણસ પોતે કરેલાં કાર્યો પર નહિ, પણ દોષિતને નિર્દોષ ઠરાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ કરે છે, તેને ઈશ્વર તેના વિશ્વાસના આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે.


ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે?


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan