Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:23 - પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:23
17 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


“તમારા લોક તમારી વિરુદ્ધ પાપ કરે, અને પાપ કરે જ નહિ એવું કોઈ નથી; અને તમે તમારા કોપમાં તેમને તેમના શત્રુઓ સામે હાર પમાડો અને તેઓ તેમને કેદી બનાવી બીજા દેશમાં લઈ જાય, અને આ દેશ નજીક હોય કે ઘણો દૂર હોય.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


આમ, સમગ્ર માનવજાતને ઈશ્વરે નિરાધીનતાના બંધનમાં મૂક્યા છે; જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા બતાવે.


આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે.


તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે.


એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ.


પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે.


તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.


અમે તમને જણાવેલા શુભસંદેશની મારફતે તમે આપણા પ્રભુ ઈસુના ભાગીદાર બનો તે માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે.


તેથી આપણે ભય રાખીએ; રખેને ઈશ્વરે આપણને તેમના વિશ્રામમાં પ્રવેશવાનું આપેલું વચન જારી હોવા છતાં કદાચ તમારામાંનો કોઈ તે વિશ્રામમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડે.


તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


Lean sinn:

Sanasan


Sanasan