Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:19
24 Iomraidhean Croise  

તેથી ગરીબોમાં આશા ઉત્પન્‍ન થાય છે અને અન્યાયનું મુખ બંધ કરાય છે.


સરળ જનો તે નિહાળીને આનંદિત બને છે, પણ સર્વ દુરાચારીઓના મોં બંધ થઈ જાય છે.


પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ.


એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી.


ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન સામર્થ્ય અને તેમનો દૈવી સ્વભાવ સૃષ્ટિના આરંભથી જ સરજેલી વસ્તુઓના અવલોકન દ્વારા સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ છે જ નહિ.


ખરેખર, દરેક રીતે ઘણો બધો લાભ છે. પ્રથમ તો, ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેમનામાંના કેટલાક અવિશ્વાસુ નીવડયા તેથી શું?


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.


તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે.


જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહિ.


જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!”


જેઓ નિયમશાસ્ત્રને આધીન રહેવા માગે છે તેમને હું આ પ્રશ્ર્ન પૂછવા માગું છું: નિયમશાસ્ત્ર જે કહે છે તે તમે સાંભળતા નથી?


જેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણમાંથી મુક્ત થઈને ઈશ્વરના પુત્રો બનીએ.


તમે પવિત્ર આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી.


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan