Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:12 - પવિત્ર બાઇબલ C.L.

12 બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે. સારું ક્મ કરનાર કોઈ નથી. ના, એકપણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:12
22 Iomraidhean Croise  

ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો.


પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી!


મૂર્ખ પોતાના મનમાં માને છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે ઘૃણાજનક દુષ્ટતા આચરી છે અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી.


પરંતુ તેઓ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે. તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી. ના, એક પણ નથી.


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને અન્યાયી પગલાં જ ભરે છે. તેમના રસ્તા અવળા છે અને એવે રસ્તે જનારાની કોઈ સહીસલામતી નથી.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


આ આળસુ નોકરને બહારના અંધકારમાં નાખી દો. ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે.


ઈશ્વરની શોધ કરનાર અથવા તેમને સમજનાર કોઈ નથી.


તેમનું ગળું ખુલ્લી કબર છે. તેમની જીભમાંથી કપટી જૂઠ નીકળે છે. તેમના હોઠે સાપના ઝેર જેવા ક્તિલ શબ્દો છે.


હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા.


એક વખત તે તને સાવ બિનઉપયોગી હતો, પણ હવે તે આપણ બન્‍નેને ઉપયોગી બન્યો છે.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan