Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ મિત્ર, તું એવાં ક્મ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તું પોતે પણ કરે છે! શું તું એમ માને છે કે એમ કરવાથી તું ઈશ્વરની સજામાંથી નાસી છૂટીશ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી, હે માણસ, તું જે એવાં કામ કરનારાંનો ન્યાય કરે છે, અને પોતે તે જ કામો કરે છે, તો શું તું ઈશ્વરના દંડથી બચીશ એવું તું ધારે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:3
22 Iomraidhean Croise  

તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.”


“યોબ, તું કહે છે, ‘પાપ ન કરવાથી મને શો લાભ થયો? જો મેં પાપ કર્યું હોત તો મારી જે દશા થાત તેનાં કરતાં મારી અત્યારની દશા કઈ રીતે વિશેષ સારી છે?’ પણ તારી એ વિચારસરણી વાજબી છે? શું તું એમ ધારે છે કે તું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે?


તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


હે ઈશ્વર, તેમની ભૂંડાઈમાંથી અમને બચાવો અને તમારા કોપમાં તેમને ગબડાવી નાખો.


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ.


પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે?


પોતે લીધેલા સમ તુચ્છ ગણીને કરારનું ઉલ્લંઘન કર્યું છે અને વચન આપ્યાં છતાં એ કર્યું છે, તેથી તે બચવા પામશે નહિ.”


તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.”


ઓ સર્પો, ઓ સર્પોના સંતાનો! નર્કની સજામાંથી તમે કેવી રીતે છટકી શકશો?


શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે?


ઈસુએ તેને કહ્યું, “અરે મિત્ર, ન્યાય કરવાનો અથવા તમારા બે વચ્ચે મિલક્ત વહેંચી આપવાનો અધિકાર મને કોણે આપ્યો?”


થોડીવાર પછી એક માણસે તેને જોઈને કહ્યું, “તું પણ તેમનામાંનો જ છે!” પણ પિતરે ઇનકાર કરતાં કહ્યું, “ના, ભાઈ, ના! હું નથી!”


પણ પિતરે જવાબ આપ્યો, “ભાઈ, હું તો તમે શું કહો છો તે પણ સમજી શક્તો નથી!”


ઈશ્વર આવા દુરાચારીઓને મૃત્યુને યોગ્ય ઠરાવે છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ એવાં ક્મ કરે છે. એટલું જ નહિ, પણ એવાં ક્મ કરનારાઓને માન્ય રાખે છે.


હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ન હોય, તું પોતાનો બચાવ કરી શકે તેમ નથી. કારણ, તું જેમાં બીજાનો ન્યાય કરે છે, તેમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે, તે તું પણ કરે છે.


આપણે જાણીએ છીએ કે આવાં ક્મ કરનારને ઈશ્વર સજા ફરમાવે એ વાજબી છે.


મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી.


Lean sinn:

Sanasan


Sanasan