Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પણ આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે; તેના દયની સુન્‍નત નિયમના અક્ષરોથી નહિ, પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે, પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પણ જે આંતરિક યહૂદી તે જ યહૂદી; અને જે સુન્‍નત, એટલે [કેવળ] લેખના અક્ષરો પ્રમાણેની નહિ, પણ આત્મિક છે તે જ સુન્‍નત છે. અને માણસ તરફથી નહિ પણ ઈશ્વર તરફથી તેની પ્રશંસા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:29
27 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે.


રાજકન્યા સંપૂર્ણ ગૌરવવાન લાગે છે; તેનાં વસ્ત્રો સુવર્ણજરીનાં છે.


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્‍નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્‍નતથી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્‍નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.”


“તમે ફરોશીઓ થાળીવાટકા બહારથી જ સાફ કરો છો. પણ આંતરિક રીતે તો તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો.


કોઈ એમ નહિ કહે કે, ‘જુઓ, તે અહીં છે,’ અથવા ‘ત્યાં છે.’ કારણ, ઈશ્વરનું રાજ તમારા દિલમાં છે.”


ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા.


પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે.


તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના?


ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.


તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્‍નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્‍નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે.


તો પછી બિનયહૂદી કરતાં યહૂદીને શો ફાયદો? સુન્‍નત કરાવવાથી કંઈ લાભ ખરો?


હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.


કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે.


ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


એને બદલે, તમારું સૌંદર્ય આંતરિક વ્યક્તિત્વનું હોવું જોઈએ.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


Lean sinn:

Sanasan


Sanasan