Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:25 - પવિત્ર બાઇબલ C.L.

25 જો તું નિયમશાસ્ત્રને આધીન થાય, તો જ સુન્‍નત તને ફાયદાકારક છે. પણ જો તું નિયમશાસ્ત્રનો ભંગ કરે, તો પછી તારી સુન્‍નત કશા ક્મની નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જો તું નિયમ પાળનાર હોય, તો સુન્‍નત તને લાભકારક છે ખરી; પણ જો તું ઉલ્લંઘન કરનાર હોય, તો તારી સુન્‍નત બેસુન્‍નત થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:25
16 Iomraidhean Croise  

હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે.


અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી?


એ જ પ્રમાણે જો કોઈ બિનયહૂદી તેની સુન્‍નત ન થઈ હોય, છતાં નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો ઈશ્વર તેને સુન્‍નત કરાવેલા જેવો નહિ ગણે?


તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્‍નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્‍નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે.


તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્‍નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્‍નત તે સાચી સુન્‍નત નથી.


કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.


જો કે જેઓ સુન્‍નતનો વિધિ પાળે છે, તેઓ પણ નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી. પણ તેઓ બડાઈ મારી શકે માટે તમે સુન્‍નત કરાવો એવું તેઓ ચાહે છે.


કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


Lean sinn:

Sanasan


Sanasan