Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તો બીજાને ઉપદેશ આપનાર તું તારી પોતાની જાતને જ ઉપદેશ કેમ આપતો નથી? ચોરી કરવી નહિ, એવો ઉપદેશ આપીને શું તું ચોરી કરતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:21
16 Iomraidhean Croise  

તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”


તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે.


તેના રાજ્યાધિકારીઓ પોતાના શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે. અપ્રામાણિક લાભ મેળવવા તેઓ હત્યા કરે છે અને લોકોના જીવનો ભોગ લે છે.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તેમણે તેમને કહ્યું, ધર્મશાસ્ત્રમાં લખેલું છે: ’મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.’


ઈસુએ જવાબ આપ્યો, “ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી પણ કેવી દુર્દશા થશે! તમે માણસોની પીઠ પર ઊંચકી શકાય નહિ એવો ભારે બોજો લાદો છો, પણ તમે પોતે એમને એ બોજ ઊંચકાવવા આંગળી પણ અડકાડતા નથી.


“શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે.


તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું.


તેમણે કહ્યું, “હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો: “વૈદ, તું પોતાને સાજો કર.’ તમે મને એમ પણ કહેશો, “કાપરનાહૂમમાં તેં કરેલા જે કાર્યો વિષે અમે સાંભળ્યું છે, તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર.”


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


જો કે જેઓ સુન્‍નતનો વિધિ પાળે છે, તેઓ પણ નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી. પણ તેઓ બડાઈ મારી શકે માટે તમે સુન્‍નત કરાવો એવું તેઓ ચાહે છે.


Lean sinn:

Sanasan


Sanasan