Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેં ખાતરીપૂર્વક માની લીધું છે કે તું આંધળાને માર્ગ બતાવનાર છે; જેઓ અંધકારમાં છે, તેમને પ્રકાશરૂપ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને પોતાના વિષે નિશ્ચયપૂર્વક માને છે કે, હું આંધળાઓને દોરનાર તથા જેઓ અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:19
23 Iomraidhean Croise  

પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય!


પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”


તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો.


ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે.


તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.


સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહિ.


પણ જો તમારી આંખ મલિન હોય તો તમારું સમગ્ર શરીર અંધકારરૂપ રહેશે. તેથી તમારામાં જે પ્રકાશ છે તે અંધકારમય હોય તો તે કેવો ઘોર અંધકાર હશે!


હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


યોગ્ય શું છે તેનું શિક્ષણ તને નિયમશાસ્ત્રમાંથી મળેલું હોવાથી ઈશ્વર તારી પાસે શી અપેક્ષા રાખે છે તે તું જાણે છે; તું સાચા-જૂઠા વચ્ચેનો તફાવત પારખી શકે છે;


અજ્ઞાનીઓનો ગુરુ અને બાળકોનો શિક્ષક છે; તારી પાસે જે નિયમશાસ્ત્ર છે, તેમાં પૂર્ણ જ્ઞાન અને સત્ય સમાયેલાં છે, એવી તને ખાતરી છે;


કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું.


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan