Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હવે તારે વિષે શું? તું તો પોતાને યહૂદી તરીકે ઓળખાવે છે. તું નિયમશાસ્ત્ર ઉપર આધાર રાખે છે અને ઈશ્વર વિષે બડાઈ મારે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ જો તું યહૂદી કહેવાય છે, ને નિયમશાસ્‍ત્ર પર આધાર રાખે છે, ને ઈશ્વર વિષે અભિમાન ધરાવે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:17
27 Iomraidhean Croise  

યાહે આપણા પૂર્વજ યાકોબને પોતાને માટે અને ઇઝરાયલ લોકને પોતાની ખાસ સંપત્તિ તરીકે પસંદ કર્યા.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે!


ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.”


તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે.


એમ ધારશો નહિ કે પિતા આગળ હું તમારા પર આરોપ મૂકીશ; આરોપ તો મૂકશે મોશે કે જેના પર તમે આધાર રાખ્યો છે.


શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?”


તેમણે જવાબ આપ્યો, “અમે અબ્રાહામના વંશજો છીએ. અમે કદી કોઈના ગુલામ બન્યા નથી. તો પછી ‘તમે સ્વતંત્ર થશો’ એમ તમે શા માટે કહો છો?”


તમે તો તમારો પિતા જે કાર્ય કરતો હતો, તે જ કરો છો.” તેમણે કહ્યું, “અમે વ્યભિચારથી જન્મેલાં સંતાનો નથી. એકલા ઈશ્વર જ અમારા પિતા છે.”


અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી?


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


એવું શા માટે થયું? એટલા માટે કે તેમણે વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી.


શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહામના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું.


ખરેખર, આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી કહેવાતા બિનયહૂદી નથી.


તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!


“તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું.


સાર્દિસમાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની પાસે ઈશ્વરના સાત આત્મા છે અને સાત તારા છે તે આમ કહે છે: “હું તારાં ક્મ જાણું છું. તું જીવતો કહેવાય છે, પણ વાસ્તવમાં મરેલો છે.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan