Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 2:15
18 Iomraidhean Croise  

એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.”


મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે,


હું નિર્દોષ છું એ વાત પકડી રાખીશ અને તેને છોડી દઈશ નહિ, મારી જિંદગીમાં કોઈ દિવસ મારો અંતરાત્મા ડંખ્યો નથી.


કારણ, તારું હૃદય જાણે છે કે તેં પણ ઘણીવાર બીજાઓને શાપ દીધો છે.


એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી.


પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.”


અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું.


બિનયહૂદી પ્રજાઓની પાસે નિયમશાસ્ત્ર નથી. આમ છતાં, જ્યારે તેઓ સ્વાભાવિક પ્રેરણાથી જ નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેમનું અંત:કરણ તેમને માટે નિયમરૂપ બની રહે છે.


તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્‍નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્‍નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે.


હું ખ્રિસ્તનો છું તેથી સત્ય જણાવું છું, અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરકબુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.


જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે.


Lean sinn:

Sanasan


Sanasan