Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મારો જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:4
17 Iomraidhean Croise  

તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું.


તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ.


માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી


તેઓ આપણા પ્રિય મિત્રો બાર્નાબાસ અને પાઉલ જેમણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં પોતાના જીવનું જોખમ વહોર્યું છે, તેમની સાથે આવે છે.


તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


ખ્રિસ્ત ઈસુની સેવામાં મારાં સહકાર્યકરો પ્રિસ્કા તથા આકુલાને મારી શુભેચ્છા.


તેમના ઘરમાં સંગત માટે એકઠી મળતી મંડળીને પણ મારી શુભેચ્છા. આસિયા પ્રદેશમાંથી ખ્રિસ્ત ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરનાર મારા પ્રિય મિત્ર અપૈનિતસને શુભેચ્છા.


આમ તો, ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં, ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે.


હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું.


પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું.


કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.


મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે.


તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.


પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. તેથી આપણે પણ આપણા ભાઈઓને માટે આપણું જીવન અર્પી દેવું જોઈએ.


યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,


Lean sinn:

Sanasan


Sanasan