Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 15:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તમારે ત્યાં હું આવીશ, ત્યારે ખ્રિસ્તના શુભસંદેશની આશિષોની ભરપૂરી લાવીશ એવી મને ખાતરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 હું જાણું છું કે તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તનાં સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 15:29
11 Iomraidhean Croise  

તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


હવે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે.


તથા ઈશ્વરની ઇચ્છા હોય, તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો.


આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


વળી, તમે તેમનો પ્રેમ જાણી શકો - જો કે એ તો કયારેય સંપૂર્ણ રીતે કદી જાણી શકાય નહિ - જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ.


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


અને અંતે આપણે ઈશ્વરપુત્ર પરના વિશ્વાસમાં અને તેમના જ્ઞાનમાં ઐકય પ્રાપ્ત કરીએ અને પરિપકવ બનીને ખ્રિસ્તની પરિપૂર્ણતાની સીમા સુધી પહોંચીએ.


Lean sinn:

Sanasan


Sanasan