Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 14:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 14:4
19 Iomraidhean Croise  

હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી.


કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે.


જો કે તે ઠોકર ખાય, તો યે તે પડી જશે નહિ, કારણ, પ્રભુ તેનો હાથ પકડી લઈને તેને ટેકો આપશે.


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે.


આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?”


જો યહૂદીઓ તેમના અવિશ્વાસને દૂર કરે તો તેમને અસલ સ્થાને પાછા લાવવામાં આવશે. કારણ, ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે.


જે બધું ખાય છે, તેણે બધું ન ખાનારનો તુચ્છકાર ન કરવો; કારણ, ઈશ્વરે તેનો સ્વીકાર કરેલો છે.


આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ.


મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan