Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 13:7
23 Iomraidhean Croise  

એકે કહ્યું, “હે રાજા, મારા માલિક, હું અને આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. એ જ ઘરમાં મને છોકરો જન્મ્યો.


“તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ.


દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


“વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું.


પિતર ઘરમાં ગયો. ઈસુએ પૂછયું, સિમોન, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ?


તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.


તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.


આપણે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?”


તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.”


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર કરો. સન્માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


અધિકારીઓ ફરજ બજાવવામાં ઈશ્વરને માટે ક્મ કરે છે. આથી તમારે કરવેરા ભરવા જોઈએ.


વળી, તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ, જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.


ગુલામો, તમે તમારા માનવી શેઠને ભય તથા કંપારીસહિત આધીન રહો અને જેમ ખ્રિસ્તની સેવા કરતા હો તેમ નિખાલસ દયથી તેમની સેવા કરો.


વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.


જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ.


સર્વ ગુલામોએ પોતાના માલિકોને આદરપાત્ર ગણવા જોઈએ, જેથી ઈશ્વરના નામનું કે આપણા શિક્ષણનું કોઈ ભૂંડું બોલે નહિ.


એ જ પ્રમાણે પતિઓ, પત્ની નિર્બળ પાત્ર છે, તેથી તેમની સાથે સમજદારીપૂર્વક રહો. તમારે તેમના પ્રત્યે માનભર્યો વર્તાવ રાખવો જોઈએ. કારણ, તમે અને તેઓ ઈશ્વર પાસેથી બક્ષિસમાં મળતા જીવનના સહભાગી છો. તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ માટે તે પ્રમાણે કરો.


તેથી શમુએલે પ્રાર્થના કરી અને એ જ દિવસે પ્રભુએ મેઘગર્જના અને વરસાદ મોકલ્યાં. પછી સર્વ લોકો પ્રભુ અને શમુએલથી ગભરાયા.


Lean sinn:

Sanasan


Sanasan