Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:19 - પવિત્ર બાઇબલ C.L.

19 મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,” એમ પ્રભુ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:19
24 Iomraidhean Croise  

“હું ભૂંડાઈનો બદલો લઈશ” એવું કહીશ નહિ, પ્રભુ પર ભરોસો રાખ એટલે તે તને ઉગારશે.


તું એવું ન કહીશ કે તેણે મારી સાથે જેવો વર્તાવ કર્યો તેવો હું પણ કરીશ, અને તેના કામનો બદલો હું લઈશ.


તેથી પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે, “હું જરૂર તમારો પક્ષ લઈશ, અને તમારું વેર વાળીશ. બેબિલોનને પાણીનો પુરવઠો પૂરો પાડતી નદીઓને અને નહેરોને હું સૂકવી નાખીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે: “અદોમના લોકોએ યહૂદાના લોકો પર ક્રૂર વેર વાળીને મોટો ગુનો કર્યો છે.


કોઈના પર વેર વાળવું નહિ કે તેને કાયમને માટે ધિક્કારવો નહિ. પરંતુ બીજાઓ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો; હું પ્રભુ છું.


પણ હવે હું તમને કહું છું: જો કોઈ તમને નુક્સાન કરે તો વેર વાળશો નહિ. જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેને ડાબો ગાલ પણ ધરો.


જેઓ તમને સતાવે તેમને ઈશ્વર આશિષ આપે તેવી વિનંતી કરો; અને શાપ આપતા નહિ.


કોઈ તમારું ભૂડું કરે, તો સામું ભૂંડું ન કરો.


તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે.


એમ શેતાનને તક ન આપો.


વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.”


“હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.”


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે.


કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ.


મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.


ધન્ય છે તને અને તારી સૂઝસમજને કે ખૂનના ગુનાથી અને વેર વાળવાથી તેં મને પાછો રાખ્યો છે.


વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય.


પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ.


Lean sinn:

Sanasan


Sanasan