Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:15
20 Iomraidhean Croise  

એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા.


કોઈના માઠા દિવસો જોઈને શું મેં આંસુ સાર્યાં નહોતાં? અને કંગાલ માટે મારો પ્રાણ કકળી ઊઠયો નહોતો?


રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય,


પછી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું, “યર્મિયા આ ચીંથરાં તારી બગલ નીચે મૂક, જેથી તને દોરડું ખૂંચે નહિ” યર્મિયાએ એ પ્રમાણે કર્યું.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


તેનાં પડોશીઓ તથા સગાસંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે, અને તેઓ બધાં તેની સાથે હર્ષ પામ્યાં.


ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.


જો કોઈ નબળું હોય, તો હું પણ નબળાઈ અનુભવું છું. જો કોઈ કોઈને પાપમાં પાડે છે, તો મારો જીવ બળે છે.


હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


તે તમારા સૌની મુલાકાત લેવાને ઘણો આતુર છે. તે માંદો છે એવું તમે સાંભળ્યું છે તેથી તે ઉદાસ છે.


તેને તમારી પાસે મોકલવાને મેં ઘણી ઉતાવળ કરી કે જેથી તમે તેને જોઈને ફરીથી હર્ષ પામો, અને મારું દુ:ખ દૂર થાય.


જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan