Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 12:11
33 Iomraidhean Croise  

પણ ફેરોએ જવાબ આપ્યો, “તમે આળસુ છો, તમે એદી છો. તેથી જ તમે કહો છો કે અમને પ્રભુની સમક્ષ યજ્ઞ કરવા જવા દો.


જેમ દાંતને સરકો અને આંખને ધૂમાડો ત્રાસરૂપ હોય છે, તેમ આળસુ માણસ તેને કામ સોંપનાર માટે ત્રાસજનક હોય છે.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે.


પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.


તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે.


દુષ્ટતા એટલી બધી વધી જશે કે એથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.


માલિકે કહ્યું, ’અરે દુષ્ટ, આળસુ નોકર! તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઊપણ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું,


તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. તે ખૂબ ઉત્સાહથી બોલતો હતો અને ઈસુ સંબંધીની વાતો ચોક્સાઈપૂર્વક શીખવતો હતો. છતાં તે માત્ર યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો.


યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.


કોઈ ગુલામને પ્રભુએ આમંત્રણ આપ્યું હોય તો તે પ્રભુનો સ્વતંત્ર માણસ છે. તે જ રીતે કોઈ સ્વતંત્ર માણસને ખ્રિસ્તે બોલાવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ છે.


જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.


માલિકો, તમે તમારા ગુલામો પ્રત્યે ન્યાયી અને યોગ્ય વર્તન રાખો. આકાશમાં તમારા માલિક પણ છે તે વાત યાદ રાખો.


વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan