Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:28 - પવિત્ર બાઇબલ C.L.

28 શુભસંદેશને લાગેવળગે છે ત્યાં સુધી યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે; પરંતુ પસંદ કરાયેલા લોકો તરીકે આદિ પૂર્વજોને લીધે તેઓ ઈશ્વરના મિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:28
24 Iomraidhean Croise  

હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે;


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


આપણા પૂર્વજોને આપેલું વચન તેમણે પાળ્યું છે, અને પોતાના સેવક ઇઝરાયલની મદદે આવ્યા છે.


પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી.


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


મારો પ્રશ્ર્ન છે: શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહિ? ના, એવું તો નથી.


ભૂતકાળમાં તમ બિનયહૂદીઓ ઈશ્વરને નિરાધીન હતા; પણ અત્યારે યહૂદીઓની નિરાધીનતાને કારણે તમે દયા પામ્યા છો.


હવે સમજવું શું? એ જ કે ઇઝરાયલ પ્રજા જેની શોધમાં હતી, તે તેને મળ્યું નથી. ઈશ્વરે પસંદ કરેલા એવા થોડાઓને જ તે પ્રાપ્ત થયું છે. ઈશ્વરના આમંત્રણ સંબંધી બાકીના બધા બહેરા બન્યા છે.


આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે!


તેઓ જ આદિ પૂર્વજોના વંશજો છે. શારીરિક રીતે ખ્રિસ્ત પણ તેમના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો! આમીન.


તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તમને પસંદ કર્યા; અને એવું આજે પણ છે.


કારણ, તમારા ઈશ્વર પ્રભુ કૃપાળુ છે. તે તમારો ત્યાગ કરશે નહિ કે તમારો વિનાશ કરશે નહિ કે તમારા પૂર્વજો સાથે સોગંદપૂર્વક કરેલો કરાર વીસરી જશે નહિ.”


પણ તમારા ઈશ્વર પ્રભુને યાદ રાખજો, કારણ કે તે જ તમને સંપત્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે, અને તેમણે તમારા પૂર્વજો સમક્ષ સોગંદપૂર્વક કરેલા કરાર જેમ તે આજ સુધી પાળતા આવ્યા છે તેમ પાળશે.


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan