Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વારુ, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:20
43 Iomraidhean Croise  

બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે.


સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે.


પોતાની જ અક્કલ પ્રમાણે વર્તનાર મૂર્ખ છે, પણ શાણાની શિખામણ પ્રમાણે વર્તનાર સલામત રહેશે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”


જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.”


તેથી જેમને ડાળીઓની માફક તોડી નાખવામાં આવ્યા છે, તેમનો તિરસ્કાર તારાથી કરાય જ નહિ. તું ગર્વ શી રીતે કરી શકે? તું તો માત્ર ડાળી છે. મૂળ તારા પર આધાર રાખતું નથી, પણ તું મૂળ પર આધાર રાખે છે.


અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા, તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે?


બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો.


મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો. એને બદલે, સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે.


શું તેમનું અવિશ્વાસુપણું ઈશ્વરના વિશ્વાસુપણાને રદબાતલ કરશે?


પોતે સ્થિર છે એવું ધારનારે પોતાનું પતન ન થાય તે માટે સાવધ રહેવું.


ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે.


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


તેથી આપણે જોઈએ છીએ કે, તેમના અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહિ.


તેથી, ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણે ખંતથી યત્ન કરીએ. તેમની માફક આપણે અનાજ્ઞાંક્તિ બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાને નિષ્ફળ ન જઈએ.


તેમણે પ્રથમ શુભસંદેશ સાંભળ્યો, છતાં ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહિ. કારણ, તેમણે તે શુભસંદેશ પર વિશ્વાસ કર્યો નહીં. હજુ પણ કેટલાકને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવાનું બાકી રહે છે.


ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


તમારા વિશ્વાસમાં અડગ રહો અને શેતાનનો સામનો કરો, કારણ, સમગ્ર દુનિયામાં તમારા સાથી વિશ્વાસીઓ પણ એવા જ પ્રકારનાં દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા છે તેની તમને ખબર છે.


તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!


તું કહે છે, “હું ધનવાન છું; મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી.” પરંતુ તું કેટલો દુ:ખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી! તું તો ગરીબ, નગ્ન અને અંધ છે.


Lean sinn:

Sanasan


Sanasan