Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્‍ત્ર શું કહે છે, એ તમે જાણતા નથી? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને એવી વિનંતી કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સંબંધી શાસ્ત્રવચનો શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:2
24 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?”


વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.


પ્રભુ પોતાના લોકને તરછોડશે નહિ; તે પોતાની સંપત્તિ સમ પ્રજાનો ત્યાગ કરશે નહિ.


જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”


વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો કાઈ ઉપરનાં આકાશ માપી શકે અને પૃથ્વીની નીચેના પાયાઓ શોધી શકે તો જ હું ઇઝરાયલના વંશજોનો તેમનાં કાર્યોને લીધે ત્યાગ કરી શકું! હું પ્રભુ પોતે આ બોલું છું.”


મોશે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે પ્રભુને કહ્યું, “તમે તેમનું અર્પણ સ્વીકારશો નહિ. મેં તેમની પાસેથી એક ગધેડું ય લીધું નથી કે તેમનું કંઈ નુક્સાન કર્યું નથી.”


હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’


ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો.


તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો?


આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા.


અગાઉથી આ વાત જાહેર કરનાર પ્રભુ એમ કહે છે.”


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


તેમણે આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલવા માટે અમારે માટે કોઈક મૂર્તિ બનાવ. કારણ, ઇજિપ્તમાંથી મુક્ત કરનાર એ મોશેનું શું થયું છે તેની અમને ખબર નથી.’


તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે.


વળી, આપણે, જેમને ઈશ્વરે મહિમાવંત કરવા અગાઉથી તૈયાર કર્યાં એવા કૃપાનાં પાત્રો સમક્ષ તે પોતાના મહિમાની સમૃદ્ધિ પ્રગટ કરે.


મારું કહેવું એમ નથી કે ઈશ્વરનું વચન નિષ્ફળ ગયું છે. કારણ, સર્વ ઇઝરાયલ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નથી.


ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી?


પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે.


પણ જો મારા જીવન દ્વારા હું વધુ ઉપયોગી ક્મ કરી શકું તેમ હોય તો પછી મારે શું પસંદ કરવું તે વિષે હું ચોક્કસ કહી શકું તેમ નથી.


પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,


ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો!


Lean sinn:

Sanasan


Sanasan