Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેથી જેમને ડાળીઓની માફક તોડી નાખવામાં આવ્યા છે, તેમનો તિરસ્કાર તારાથી કરાય જ નહિ. તું ગર્વ શી રીતે કરી શકે? તું તો માત્ર ડાળી છે. મૂળ તારા પર આધાર રાખતું નથી, પણ તું મૂળ પર આધાર રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર પરંતુ જો તું ગર્વ કરે, તો જડને તારો આધાર નથી પણ તેને જડનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:18
14 Iomraidhean Croise  

આહાબ રાજાએ ઉત્તર આપ્યો, “બેનહદાદ રાજાને કહેજો કે સાચો યોદ્ધો યુદ્ધ પછી બડાશ મારે છે, તે પહેલાં નહિ.”


અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે.


પિતર જલદીથી બોલી ઊઠયો, જોકે તમારા પરનો બધાનો વિશ્વાસ ડગી જાય તો પણ મારો વિશ્વાસ તો કદી નહિ ડગે.


વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે.


તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે.


પાઉલ આવ્યો એટલે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળીને તેના પર ગંભીર આરોપ મૂકવા લાગ્યા, પણ તેમાંનો એકેય આરોપ તેઓ સાબિત કરી શકે તેમ ન હતા.


એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ.


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


ઈશ્વરનું વચન વિશ્વાસને આધારે આવ્યું હોવાથી જેઓ નિયમનું પાલન કરે છે તેમને જ નહિ, પણ જેઓ અબ્રાહામના જેવો વિશ્વાસ રાખે છે તેવા અબ્રાહામના બધા જ વંશજોને ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા ઈશ્વરનું વચન મળ્યું.


પોતે સ્થિર છે એવું ધારનારે પોતાનું પતન ન થાય તે માટે સાવધ રહેવું.


જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો.


Lean sinn:

Sanasan


Sanasan