Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમની આંખો ઉપર અંધકાર પથરાઈ જાઓ; જેથી તેમને દેખાય નહિ અને તેમની પીઠ તમે સદા નમેલી રાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓ જુએ નહિ, એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:10
13 Iomraidhean Croise  

તેમની મિજબાનીઓ તેમને માટે જાળરૂપ બનો અને તેમનાં પવિત્ર ભોજનો તેમને માટે ફાંદારૂપ બનો.


તેમની આંખો જોઈ ન શકે તેવી અંધકારમય બનાવી દો; તેમની કમરો સતત ધ્રૂજ્યા કરે એવી નબળી કરી દો;


‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ.


તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી.


એ નક્મા ઘેટાંપાળકનું હવે આવી બન્યું છે. તેણે પોતાના ટોળાનો ત્યાગ કર્યો છે. તેનો હાથ સુકાઈ જશે, અને તેની જમણી આંખ ફૂટી જશે.”


તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે.


શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વરે તેમનાં મન જડ બનાવી દીધાં છે. આજ લગી તેમની આંખો દેખતી નથી, ને કાનો સાંભળતા નથી.”


હવેથી વિધર્મીઓ, જેમના વિચાર નિરર્થક છે અને જેમનું મન અંધકારમય છે, તેમના જેવું જીવન તમે ન જીવો. ઈશ્વરદત્ત જીવનમાં તેમને કંઈ લાગભાગ નથી; કારણ, તેઓ તદ્દન અજ્ઞાન અને હઠીલા છે.


આ માણસો સુકાઈ ગયેલા ઝરા જેવા, અને પવનથી ઘસડાતાં વાદળ જેવા છે. ઈશ્વરે તેમને માટે ઊંડા પાતાળમાં ઘોર અંધકાર તૈયાર કરેલો છે.


જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.


તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.


જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan