Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:5 - પવિત્ર બાઇબલ C.L.

5 નિયમને આધીન થઈને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા અંગે મોશેએ લખેલું છે: “જે માણસ નિયમની માગણીઓ પૂર્ણ કરશે, તે તેનાથી જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:5
11 Iomraidhean Croise  

તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


મેં તેમને મારા નિયમો આપ્યા અને મારા આદેશ શીખવ્યા કે જેથી તેમનું પાલન કરનાર મનુષ્ય જીવન પ્રાપ્ત કરે.


પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો.


પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો.


તમારે મારા નિયમો અને મારાં ફરમાન પાળવાં; તેમનું પાલન કરવાથી તમે જીવતા રહેશો. હું પ્રભુ છું.”


અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી.


પણ નિયમશાસ્ત્રનો આધાર વિશ્વાસ પર નથી. એથી ઊલટું, શાસ્ત્રમાં લખેલું છે: “નિયમશાસ્ત્રની બધી જ માગણીઓ પૂરી કરનાર માણસ નિયમશાસ્ત્રથી જીવન પામશે.”


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે.


Lean sinn:

Sanasan


Sanasan