Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:20 - પવિત્ર બાઇબલ C.L.

20 વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે, “જેઓ મને શોધતા નહોતા, તેઓને હું મળ્યો; જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું: “જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો; જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:20
14 Iomraidhean Croise  

કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”


પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”


પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ.


ઈસુએ અંતમાં કહ્યું, આમ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે, અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.


તેથી માલિકે નોકરને કહ્યું, ‘રસ્તાઓ પર અને ગલીઓમાં જા, અને લોકોને આગ્રહ કરીને અંદર તેડી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય.


ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ તેઓ જાણતા નથી. પોતાના માર્ગ ઉપર ચાલતાં તેઓ ઈશ્વરના માર્ગને આધીન થતા નથી.


તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે.


એથી ઊલટું, ઇઝરાયલી લોકોએ તેમને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાય તે માટે નિયમ પાલનનો પ્રયાસ કર્યો; પણ તેમાં તેમને સિદ્ધિ મળી નહિ.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan