Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:19 - પવિત્ર બાઇબલ C.L.

19 શું ઇઝરાયલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે: “પ્રજા ન ગણાય એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ, જેઓ મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી, હું પૂછું છું કે શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે, “જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ. અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્‍ન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે: “જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ. જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:19
19 Iomraidhean Croise  

એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


હું મારા લોકને તેમના દેશમાં સ્થાપિત કરીશ અને તેમને સમૃદ્ધ કરીશ. “‘લો-રૂહામા’ એટલે ‘દયાવિહોણી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમના પર હું દયા દાખવીશ; અને ‘મારા લોક નથી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમને હું કહીશ કે, ‘તમે મારા લોક છો,’ અને તેઓ પ્રત્યુત્તર વાળશે, ‘તમે અમારા ઈશ્વર છો.”


પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.”


મારો પ્રશ્ર્ન છે: શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહિ? ના, એવું તો નથી.


કદાચ, મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેમનામાંના કેટલાકને બચાવી શકું.


બીજું વર્તમાન સમયના સંબંધમાં; કે જ્યારે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે એવું દર્શાવે છે.


મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!”


એ પરથી હું શું કહેવા માગું છું? શું મૂર્તિ કે તેને ચઢાવેલા નૈવેદમાં કંઈ તથ્ય નથી?


આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવાપીવા માટે તમારે પોતાનાં ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો અને તંગી વેઠતા લોકોને શરમમાં નાખવા માગો છો? આ વિષે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત, આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું તેમ નથી.


તમે જાણો છો કે તમે જ્યારે વિધર્મી હતા, ત્યારે નિર્જીવ મૂર્તિઓ તમને કાબૂમાં રાખતી હતી અને તમને આડે માર્ગે દોરી જતી હતી.


ભાઈઓ, મારા કહેવાનો અર્થ એ છે કે ભૌતિક શરીર ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકતું નથી; જે વિનાશી છે તે અવિનાશી વારસો ભોગવી શકતું નથી.


ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે;


જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ.


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan