Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 10:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આમાં બધાનો સમાવેશ થાય છે. એમાં યહૂદી કે બિનયહૂદી એવો કોઈ ભેદભાવ નથી. એક જ ઈશ્વર સર્વના પ્રભુ છે. જે કોઈ તેમને વિનંતી કરે છે, તેને માટે તેમની પાસે આશિષ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્‍નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 10:12
33 Iomraidhean Croise  

પ્રભુ તેમને પોકારનાર સર્વની સમીપ છે; સાચા ભાવથી તેમને પોકારનાર સર્વની નિકટ છે.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો.


તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.”


વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.”


મરેલાં તથા જીવતાંઓના પ્રભુ થવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા, અને ફરીથી સજીવન થયા.


યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”


અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે?


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે.


પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે


એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માગતા હતા.


હું ઈશ્વર પાસે માગું છું કે તે તેમના મહિમાની સંપત્તિમાંથી તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ,


રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે.


અને મારા ઈશ્વર, ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે.


ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્‍નતી કે સુન્‍નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે.


કારણ, ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસો વચ્ચે સમાધાન કરાવનાર પણ એક જ એટલે, ખ્રિસ્ત ઈસુ છે; જે પોતે પણ મનુષ્ય છે.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan